Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

‘હાય રામા યે ક્‍યા હુઆ....' આ વખતે આંખના ઇશારાના કારણે નહીં પરંતુ મધુર અવાજના કારણે પ્રિયા પ્રકાશ વોરિયર ચર્ચામાં

નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા સેન્સેશનથી ફિલ્મસ્ટાર બનેલી પ્રિયા પ્રકાશ વોરિયર  (Priya Prakash Varrier) એકવાર ફરી પોતાના નવા વીડિયોને કારણે ચર્ચામાં છે. હકીકતમાં પ્રિયા આ વખતે પોતાની આંખોને કારણે નહીં, પરંતુ પોતાના મધુર અવાજને કારણે ચર્ચામાં છે.

ધૂમ મચાવી રહ્યો છે પ્રિયાનો નવો વીડિયો

પોતાના પહેલા વીડિયોમાં જ્યાં પ્રિયા પ્રકાશે આંખ મારીને લોકોનું દિલ જીત્યું હતું અને રાતોરાત ઇન્ટરનેટ સ્ટાર બની ગઈ હતી, તો હવે પોતાના મધુર અવાજથી લોકોને પોતાના દીવાના બનાવી રહી છે. તેનો એક વીડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ધૂમ મચાવી રહ્યો છે, જેને તેણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં પ્રિયા 'હાય રામા યે ક્યા હુઆ' ગીત ગાતી જોવા મળી રહી છે.

વર્કફંટની વાત કરીએ તો પ્રિયા પ્રકાશ વોરિયરની એક્ટિંગને સૌથી વધુ ફિલ્મ ઓરૂ અદાર લવમાં પ્રશંસા મળી હતી, આ તેની પર્દાપણ ફિલ્મ હતી. ખબર છે કે તે જલદી શ્રીદેવી બંગલો અને લવ હેકર્સમાં પણ જોવા મળવાની છે. પાછલા વર્ષે શ્રીદેવી બંગલોનું ટ્રેલર સામે આવ્યું હતું, પરંતુ તેના પર બોબી કપૂરે વિરોધ નોંધાવ્યો હતો. ત્યારબાદ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી.

(4:33 pm IST)