Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

દિપીકા પાદુકોણના હાથ પર ત્રણ ફિલ્મો

લોકડાઉનમાં ફિલ્મો અને ટીવી શોના શુટીંગ અટકી પડ્યા હતાં. પહેલા ટીવી સિરીયલોનું શુટીંગ શરૂ થઇ ગયા પછી હવે ફિલ્મોના શુટીંગ પણ શરૂ થવા માંડ્યા છે. દિપીકા પાદુકોણ પણ હવે બીજા કલાકારોની જેમ શુટીંગ શરૂ કરવા જઇ રહી છે. જો કે અનેક તકેદારીઓ રાખીને આ કામ કરવું પડશે. દિપીકા આગામી ફિલ્મના શુટીંગ માટે ગોવા રવાના થઇ રહી છે. તેના હાથ પર હાલમાં ત્રણ ફિલ્મો છે. તે શકુન બત્રાની ફિલ્મનું શુટીંગ ગોવામાં કરવાની છે. જો કે એ પહેલા તે પોતાની બ્રાન્ડના કામ પુરા કરવાની છે. ત્રણ દિવસ સુધી જાહેરખબરોનું કામ કર્યા બાદ તે ફિલ્મના શુટીંગ માટે ગોવા જવાની હતી. દિપીકા વર્ષોથી અનેક મોટી અને જાણીતી બ્રાન્ડનું કામ કરી રહી છે. હવે તેને એક નવી બ્રાન્ડ પણ મળી છે. શકુનની ફિલ્મની સાથો સાથ પ્રભાસ સાથેની એક રિમેકમાં પણ તે કામ કરશે. નાગ અશ્વિન દ્વારા નિર્દેશીત આ ફિલ્મમાં તે ખાસ રોલમાં છે. આ ઉપરાંત અન્ય એક ફિલ્મ પણ તેના હાથ પર છે.

 

(9:47 am IST)