Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

મોનાલિસાએ ફરી કર્યા ચાહકોને ઘાયલ

ભોજપુરી અભિનેત્રી મોનાલિસાએ હિન્દી ટીવી શોના ચાહકોમાં પણ પોતાના કામ થકી ખુબ નામના મેળવી છે. ટીવી પરદા ઉપરાંત તે સોશિયલ મિડીયા થકી પણ ચાહકોના દિલમાં રાજ કરે છે. તે સમયાંતરે હોટ અને બોલ્ડ તસ્વીરો પોસ્ટ કરી ચાહકોના હોંશ ઉડાડતી રહે છે. તાજેતરમાં તેણે કાળા રંગની પારદર્શક ડ્રેસ સાથેની તસ્વીરો પોસ્ટ કરી હતી. જેમાં તે ખુબ જ આકર્ષક દેખાઇ રહી છે. આ તસ્વીર પર ચાહકો મોનાલિસાને સુપર હોટ, સેકસી અને ફાયર ઇમોજીથી કોમેન્ટ કરી રહ્યા છે. ભોજપુરીમાં સોથી વધુ ફિલ્મો કરી ચુકેલી મોનાલિસા હિન્દી ફિલ્મોમાં પ્ણ કામ કરી ચુકી છે.

સહકાર રાજ, ગંગાપુત્ર અને કાફીલા જેવી હિન્દી ફિલ્મો પણ તેણે કરી છે. છેલ્લે તે હિન્દી ટીવી શો નજરમાં ડાયનના રોલમાં જોવા મળી હતી. આ પાત્રએ તેને ઘર-ઘરમાં જાણીતી બનાવી હતી. કોલકત્તાની મોનાલિસાનું સાચુ નામ અંતરા વિશ્વાસ છે. તે બંગાળી, ઉડીયા, તમિલ અને કન્નડ ઉપરાંત તેલુગુ ફિલ્મ પણ કરી ચુકી છે. બિગ બોસ-૧૦માં પણ તેણે ભાગ લીધો હતો. હવે નજર-૨માં કામ કરી રહી છે.

 

(9:48 am IST)