Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

'તારક મહેતા...'ના નટુકાકાના ગળામાંથી કાઢવામાં આવી ૮ ગાંઠઃ ૪ કલાક ચાલી સર્જરી

એકટરે કહ્યું કે, 'હવે મારી તબિયત ઘણી સારી છે

મુંબઇ, તા.૧૧: 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુ કાકાનો રોલ પ્લે કરનાર સીનિયર એકટર ઘનશ્યામ નાયકની આ અઠવાડિયાની શરુઆતમાં ગળાની સર્જરી કરવામાં આવી હતી.

હોસ્પિટલમાંથી વાત કરતાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એકટરે કહ્યું કે, 'હવે મારી તબિયત ઘણી સારી છે. મને મલાડની સુચક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. સર્જરી બાદ આજે પહેલો એવો દિવસ છે જયારે હું જમ્યો. મારી સર્જરી સોમવારે કરવામાં આવી હતી. પહેલા ત્રણ દિવસ ખૂબ જ કઠિન હતા, પરંતુ હવે હું જીવનમાં આગળ જોઈ રહ્યો છું'.

સીનિયર એકટરના ગળામાં ગઠ્ઠા જેવું કંઈ થઈ ગયું હતું અને તેને તાત્કાલિક કાઢવું જરૂરી હતું. 'ગળામાંથી આઠ ગાંઠ' કાઢવામાં આવી છે. અને મને ખરેખર નથી ખબર કે આ કેવી રીતે થઈ. આ ગાંઠોને આગળ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવી છે, પરંતુ મને ભગવાન પર પૂરો વિશ્વાસ છે. તે જે કરશે સારું જ કરશે', તેમ ઘનશ્યામ નાયકે જણાવ્યું હતું. એકટરની સર્જરી ૪ કલાક સુધી ચાલી હતી.

ઘનશ્યામ નાયકે ઉમેર્યું કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં તેમની સાથે કામ કરી રહેલા દ્યણા કલાકારોએ તેમને ફોન કર્યો હતો અને તેમની સ્વાસ્થ્યની જાણકારી લીધી હતી.

'તેમણે મને ફોન પર કહ્યું કે તેઓ સેટ પર મારા પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. પરંતુ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા બાદ મને એક મહિના સુધી આરામ કરવાની સલાહ આપવામાં આવી છે. ઓછામાં ઓછું નવરાત્રિ પહેલા હું શૂટિંગ શરુ કરી શકીશ તેમ મને નથી લાગતું'. હાલ દીકરો અને દીકરી એકટરનું પૂરું ધ્યાન રાખી રહ્યા છે. 'મારો દીકરો રાત્રે મારી સાથે રહેવા માટે આવે છે અને મારી દીકરી અહીંયા આખો દિવસ મારી સાથે રહે છે. જે ડોકટરોએ મારી સર્જરી કરી તેઓ પણ મારી સારી રીતે દેખરેખ રાખી રહ્યા છે', તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

અગાઉ મહારાષ્ટ્ર સરકારે ૬૫ વર્ષથી વધુના એકટર્સના શૂટિંગ કરવા પર રોક લગાવી હતી, જેના કારણે દ્યનશ્યામ નાયક લોકડાઉન પછી શ્નદ્બક્નજી મહેતા...લૃદ્ગફ્રત્ન શૂટિંગ શરૂ નહોતા કરી શકયા. જો કે, બાદમાં બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકારની આ ગાઈડલાઈન્સ ફગાવી હતી અને ૬૫ વર્ષથી વધુના એકટર્સને શૂટિંગ માટે મંજૂરી આપી હતી. આ બાબતથી શ્નદ્ગઁફ્રક્નક્નલૃ ખૂબ ખુશ હતા અને શૂટિંગ શરૂ કરવા ઉત્સાહિત હતા. પરંતુ હવે સેટ પર પરત ફરવા માટે તેમણે થોડી વધુ રાહ જોવી પડશે.

(3:27 pm IST)