Gujarati News

Gujarati News

News of Saturday, 12th September 2020

મોડલ પૂનમ પાંડે પરણી ગઈ : બોયફ્રેન્ડ સૈમ સાથે ગુપચુપ લગ્ન કરી લીધા : ફોટા શેર કર્યા

લગ્નના ફોટા પર કમેન્ટ કરતા સૈમે લખ્યું કે, “બિલકુલ શ્રીમતી બૉમ્બે.”

નવી દિલ્હી : મૉડલ અને એક્ટ્રેસ પૂનમ પાંડે આખરે લગ્નના બંધનમાં બંધાઇ ગઇ છે પૂનમે પોતાના બોયફ્રેન્ડ સેમ સામે લગ્ન કરી લીધાં છે. અભિનેત્રીએ ખૂબ જ ખાનગી રીતે સૈમ સાથે લગ્ન કરી લીધાં છે. આ વાતનો ખુલાસો તેઓએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કર્યો છે. અભિનેત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર લગ્નના કેટલાંક ફોટો શેર કર્યા છે જેમાં તે દુલ્હનના વેશમાં જોવા મળી રહી છે. પૂનમના લગ્નના ફોટો હાલમાં સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે.

લગ્નના આ ખાસ મોકા પર પૂનમ અને સૈમે એક જ રંગના કપડાં પહેર્યા છે. જ્યાં પૂનમે નેવી બ્લુ કલરનો લેંઘો પહેર્યો છે કે જેના પર પિંક અને વ્હાઇટ કલરની એમ્બ્રોઇડરી થઇ રહી છે. બીજી બાજુ સૈમે પણ બ્લુ કલરની શેરવાની પહેરી છે. જેની ઉપર પણ એમ્બ્રોઇડરી થઇ રહી છે. ફોટો શેર કરવા સાથે એક્ટ્રેસે લખ્યું કે, “આગામી સાત જન્મ હું તારી સાથે વિતાવવા ઇચ્છું છું.” જેની પર સૈમે કમેન્ટ પણ કરી છે. પૂનમ અને પોતાના લગ્નના ફોટા પર કમેન્ટ કરતા સૈમે લખ્યું કે, “બિલકુલ શ્રીમતી બૉમ્બે.”

સૈમે પણ પોતાના ઇન્સ્ટાગ્રામ પર કેટલાંક ફોટો શેર કર્યા છે કે જેમાં એક ફોટોમાં પૂનમ પોતાની મહેંદી દેખાડતી જોવા મળી રહી છે. બીજી બાજુ બીજા ફોટોમાં તે બ્રાઇડલ લુકમાં જોવા મળી રહી છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે સૈમ અને પૂનમનો સંબંધ પહેલેથી જ જાહેર હતો. બંને ઘણી બધી વાર એક સાથે જોવા મળી રહ્યાં છે. પૂનમ મોટે ભાગે સૈમ સાથે પોતાના ફોટો અને વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે. ફોટોમાં બંનેની કેમેસ્ટ્રી ખૂબ જ બોલ્ડ દેખાઇ રહી છે. પૂનમના કેરિયરની જો વાત કરીએ તો તેને ‘નશા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ફિલ્મોમાં તો પૂનમ વધારે ખાસ કમાલ નથી દેખાડી શકી પરંતુ પોતાની બોલ્ડનેસને કારણે તે ખૂબ જ ચર્ચામાં રહી છે.

(5:38 pm IST)