Gujarati News

Gujarati News

News of Monday, 12th October 2020

"ક્યોંકિ સાસ ભી કભી બહુથી"નો મિહિર ઉર્ફ અમર ફિલ્મ 'ભૂલ ભુલૈયા -2'માં બનશે તબ્બુનો પતિ

મુંબઈ: કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ "ભૂલ ભુલૈયા 2 "છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. ફિલ્મનું શૂટિંગ ફરીથી શરૂ થવા જઇ રહ્યું છે અને એક અહેવાલ છે કે એક લોકપ્રિય ટીવી એક્ટર અમર ઉપાદ્યાય તબ્બુના પતિની ભૂમિકા નિભાવશે. કોરોના વાયરસને કારણે લોકડાઉન થયા બાદ હવે ઘણી ફિલ્મોનું શૂટિંગ ફરીથી શરૂ થઈ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, કાર્તિક આર્યન અને કિયારા અડવાણી અભિનીત ભૂલ ભુલૈયા 2 નું શૂટિંગ ડિસેમ્બર અથવા જાન્યુઆરી મહિનાથી પણ શરૂ થઈ શકે છે.  ફિલ્મમાં કાર્તિક અને કિયારા સિવાય તબ્બુ પણ મુખ્ય ભૂમિકામાં છે, પરંતુ હવે બીજો એક ટીવી અભિનેતા નામ આવી રહ્યો છે જે આ ફિલ્મમાં તબ્બુના પતિની ભૂમિકા ભજવશે. હા, અહેવાલ છે કે દરેક ઘરમાં એકતા કપૂરની સિરિયલ " ક્યોંકિ સાસ ભી કભી બહુથી"માં મિહિર વિરાણી તરીકે જાણીતા અભિનેતા અમર ઉપાધ્યાય ફિલ્મમાં તબ્બુના પતિની ભૂમિકા ભજવશે. આ સમાચારની પુષ્ટિ કરતાં અમર ઉપાધ્યાયે કહ્યું, "આ ફિલ્મમાં હું કુંવરસાનું પાત્ર ભજવી રહ્યો છું જે રાજાનો પુત્ર અને તબ્બુનો પતિ છે." અમે ડિસેમ્બરના અંતિમ સપ્તાહ અથવા જાન્યુઆરીની શરૂઆત માટે શૂટિંગ શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. ફિલ્મનું શૂટિંગ લખનવમાં થશે અને લગભગ 25 દિવસ ચાલશે.

(5:05 pm IST)