Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

પાત્રને શાનદાર બનાવવા વિક્કીની તનતોડ મહેનત

નેશનલ એવોર્ડ જીતી ચુકેલો અભિનેતા વિક્કી કોૈશલ હાથ પર અનેક દિલચશ્પ ફિલ્મો લઇને બેઠો છે. જેમાંની એક ફિલ્મ ધ ઇમ્મોર્ટલ અશ્વત્થામા પણ છે. મહાભારતના મહાન અમર યોધ્યા અશ્વત્થામાનું પાત્ર નિભાવવા વિક્કી તૈયારી કરી રહ્યો છે. શુટીંગ આવતા વર્ષે એપ્રિલમાં શરૂ થવાનું છે. આ ફિલ્મ ત્રણ ભાગમાં રિલીઝ થશે. જેમાં અશ્વત્થામાને હાલના દિવસોના સુપરહિરો તરીકે દેખાડાશે. અશ્વત્થામા ગુરૂ દ્રોણાચાર્યના પુત્ર હતાં. તેમને અમરતા અને વિરતાનું વરદાન મળ્યું હતું. મહાભારતમાં તેણે કોૈરવો તરફ રહી લડાઇ કરી હતી. આ પાત્રને દમદાર અને શાનદાર બનાવવા વિક્કીએ જીમમાં તાલિમ લેવાનું શરૂ કર્યુ છે. આ માટે તે વજન વધારીને સો કિલોથી વધુ કરવાનો છે. ઘોડે સવારી, જુજુત્સુ, ક્રવ માગા સહિતની માર્શલ આટ્ર્સની પણ આકરી તાલિમ લઇ રહ્યો છે. યુરોપમાં શુટીંગ શરૂ થશે અને મુંબઇમાં ખતમ થશે. ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ, ઇંગ્લેન્ડ, ટોકીયો, ન્યુઝિલેન્ડ અને નામિબીયામાં પણ શુટીંગ થશે . વિક્કી પાસે હાલમાં ઉધમસિંહ, ફિલ્ડ માર્શલ માનેકશાની બાયોપિક અને કરણ જોહરની તખ્ત છે.

(9:54 am IST)