Gujarati News

Gujarati News

News of Tuesday, 13th October 2020

સૈફ અલી ખાનનો તૈમૂર લઈને ખુલાસો : રામાયણ જોવાની છે પસંદ પોતાને માને છે રામ

મુંબઈ: સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનનો દીકરો તૈમુર 4 વર્ષનો છે પરંતુ તે ક્યારે ફિલ્મોમાં આવશે તે જાણીને ચાહકો ઉત્સાહિત છે. હવે તાજેતરમાં સૈફે એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે, તૈમૂર રામાયણ જોવાનું પસંદ કરે છે અને પોતાને ભગવાન રામ માને છે. સૈફે કહ્યું, 'તૈમૂર રામાયણ જોવાનું પસંદ કરે છે. તેને ધનુષ અને બાણ ગમે છે અને ભગવાન રામની જેમ પોશાક પહેર્યો છે અને પોતાને ભગવાન રામ માને છે. સૈફને પૂછવામાં આવ્યું કે શું તૈમૂરને તેના દાદાની જેમ ક્રિકેટ પસંદ છે? અભિનેતાએ કહ્યું, "મારો મોટો દીકરો ઇબ્રાહિમ ખૂબ સારો ક્રિકેટર છે." મેં તૈમૂરને બેટિંગ માટે દબાણ કરવાની કોશિશ કરી હતી, પરંતુ તેણે કોઈ રસ દાખવ્યો નહીં. તૈમૂરને કળાઓમાં વધુ રસ છે. તેને પેઇન્ટિંગ અને ગીત ગાવાનો શોખ છે.

(5:07 pm IST)