Gujarati News

Gujarati News

News of Monday, 14th September 2020

સુશાંતની યાદમાં અંકિતા લોખંડે ઘરમાં રોપ્યા છોડ

મુંબઈ: બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતને દુનિયાને અલવિદા કહ્યાંને ત્રણ મહિના થશે. આટલા બધા સમય પછી પણ ચાહકો સુશાંતને ભૂલી શક્યા નથી. જ્યારે તેના ચાહકો, પરિવાર અને મિત્રો સુશાંતને ન્યાય અપાવવામાં રોકાયેલા છે, તે પણ પોતાનું સપનું પૂરું કરવા માંગે છે. સુશાંતસિંહ રાજપૂતે તેના સપનાની સૂચિ બનાવી હતી, જેમાંથી એક સ્વપ્ન 1 હજાર રોપા રોપવાનું હતું. સુશાંતની બહેન શ્વેતા સિંહ ક્રિતીએ સોશિયલ મીડિયા પર ચાહકોને વિનંતી કરી કે તેનું અધૂરું સ્વપ્ન પૂર્ણ કરે. સુશાંતના ચાહકો અને સુશાંતની પૂર્વ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ રવિવારે સુશાંત ની યાદમાં ઘરમાં છોડ રોપાઓ રોપ્યા હતા. અંકિતાએ આ ફોટો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે

(5:29 pm IST)