Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

સિનેમામાં ફિલ્મ રિલીઝ થવાની રાહમાં છે તાહિર રાજ ભસીન

લાંબા સમયથી બંધ સિનેમા હોલ પંદરમીથી ફરી ખુલી રહ્યા છે. શરતો સાથે લોકો ફરી થિયેટરમાં ફિલ્મો જોઇ શકશે. રણવીરસિંહ અને દિપીકા પાદુકોણને મુખ્ય ભુમિકામાં ચમકાવતી ફિલ્મ '૮૩' થિયેટરમાં રિલીઝ થશે. રણવીરસિંહ કપીલ દેવની ભુમિકા નિભાવી રહ્યો છે. ૧૯૮૩માં કપીલદેવના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડકપ જીત્યો હતો. તેની આ કહાની છે. ફિલ્મમાં તાહિર રાજ ભસીન પણ ખાસ પાત્રમાં છે. તેણે કહ્યું હતું કે કબીર ખાનના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં પોતે સુનિલ ગાવસ્કરનો રોલ નિભાવી રહ્યો છે. ફિલ્મ રિલીઝ થતાં જ થિયેટરો ક્રિકેટ સ્ટેડિયમમાં બદલાઇ જઇશે. તાહિરે કહ્યું હતું કે સિનેમા હોલ ખુલી જતાં મલ્ટીપ્લેકસ અને તેની સાથે સંકળાયેલા હજારો કર્મચારીઓને રાહત થઇ છે. હું આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય તેની આતુરતાથી રાહ જોઇ રહ્યો છું. જો કે સાથો સાથ તેણે કોરોના વાયરસ સામે લોકોને જવાબદાર નાગરિકો બનવા પણ અનુરોધ કર્યો છે. સિનેમા હોલના નિયમોનું કડક પાલન કરીને મનોરંજન મેળવવા તેણે કહ્યું હતું.

 

(9:55 am IST)