Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

અમિતાભને કારણે પોતાને ભાગ્યશાળી સમજે છે નાગ અશ્વિન

સાઉથનો સુપરસ્ટાર પ્રભાસ બાહુબલી ફિલ્મને કારણે બોલીવૂડમાં પણ જાણીતો બની ગયો છે. હવે તે બોલીવૂડ અભિનેત્રી દિપીકા પાદુકોણ સાથે એક ફિલ્મ કરી રહ્યો છે. મોટી વાત એ છે કે આ ફિલ્મ સાથે બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન પણ જોડાયા છે. મહાનતિ ફેઇમ નિર્દેશક નાગ અશ્વિન એક ફિલ્મ બનાવી રહ્યા છે. જેમાં પ્રભાસ, દિપીકા અને અમિતાભ બચ્ચન પણ જોવા હળશે. ફિલ્મ નિર્માતાએ અઠ્ઠાવીસ સેકન્ડના એક વિડીયોને પોસ્ટ કરીને લખ્યું છે કે લિજેન્ડ અમિતાભ બચ્ચન વગર અમે એક લિજેન્ડ ફિલ્મ કરી રીતે બનાવી શકયા હોત? આ વિડીયોમાં અમિતાભ બચ્ચને અત્યાર સુધી નિભાવેલા તમામ પાત્રોની એક ઝલક પણ છે. નિર્દેશક નાગ અશ્વિન કહે છે હું મારી જાતને ભાગ્યશાળી અને આશિર્વાદરૂપ સમજુ છું કે બચ્ચનસરએ અનેક વિકલ્પોની વચ્ચે અમારી ફિલ્મને પસંદ કરી છે. આ ફિલ્મમાં તેમનો ફુલ લેન્થ રોલ હશે. અમને વિશ્વાસ છે કે અમે આ મહાન કલાકાર સાથે પુરો ન્યાય કરીશું. આ ફિલ્મ અનેક ભાષામાં બનશે અને ત્રીજા વિશ્વ યુધ્ધની કાલ્પનિક કહાની પર આધારીત હશે.

 

(9:55 am IST)