Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

અનુપ્રિયાને ખુબ ફળી રહી છે વેબ સિરીઝ

અનુપ્રિયા ગોએન્કાને વેબ સિરીઝ અને ડિજીટલ પ્લેટફોર્મ ખુબ ફળ્યા છે. લોકડાઉન વખતે અનેક સિરીઝ અને ફિલ્મોમાં તે સતત દર્શકોને સામી રહી જાણીતું નામ બની ગઇ છે. આમ તો તેણે કારકિર્દીની શરૃઆત સાત વર્ષ પહેલા તેલુગુ ફિલ્મથી કરીહતી. એ પછી ૨૦૧૪માં તેણે બોબી જાસૂસમાં કામ કર્યુ હતું. ઢીસૂમ, ડેડી, ટાઇગર જિંદા હૈ, પદ્માવત, વોર જેવી ફિલ્મોમાં પણ તે દેખાઇ હતી. જો કે તેને વધુ ઓળખ વેબ સિરીઝથી મળી છે. સ્ટોરીઝ ઓફ રબીન્દ્રનાથ ટાગોર, સેક્રેડ ગેમ્સ, ધ ફાઇનલ કોલ, અભય, ક્રિમીનલ જસ્ટીસ, પાંચાલી, અસૂર, આશ્રમ, ક્રિમીનલ જસ્ટીસ-૨ જેવી સિરીઝે તેને ખુબ ફાયદો કરાવ્યો છે. ગયા વર્ષે ભરપુર કામ કરનારી અનુપ્રિયા કહે છે મારું આ વર્ષ પણ ખુબ જ સારુ નિવડવાનું છે. તે કહે છે હું નિર્માતાઓની પણ ખુબ આભારી છું કે તેઓ મારામાં વિશ્વાસ દાખવી રહ્યા છે. અનુપ્રિયા હાલમાં સતત વ્યસ્ત રહેતાં કલાકારોની યાદીમાં સામેલ છે.

(10:26 am IST)