Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

યશને ફરી પરદા પર જોવા હજુ રાહ જોવી પડશે ચાહકોએ

સાઉથનો રોકીંગ સ્ટાર યશ ફરીથી કેજીએફ-૨ના શુટીંગમાં જોડાઇ ગયો છે. આ ફિલ્મની આતુરતાથી રાહ જોઇ રહેલા યશના ચાહકોને હજુ આવતા વર્ષ સુધી રાહ જોવી પડે તેમ છે. નિર્માતાઓએ ફિલ્મ રિલીઝ કરવાની તારીખ નક્કી કરવામાં આવી રહી છે. કેજીએફ-૨નું આમ તો મોટા ભાગનું શુટીંગ પુરૂ થઇ ગયું છે.

હવે દસ-બાર દિવસનું શુટીંગ જ બાકી છે. નિર્માતાઓએ ફિલ્મને આવતા વર્ષે મકર સંક્રાંતિના તહેવાર પર એટલે કે ૧૪મી જાન્યુઆરીએ રિલીઝ કરવાનું નક્કી કર્યુ છે. એકઝી. પ્રોડ્યુસર કાર્તિક ગોૈડાના કહેવા મુજબ અમે આ ફિલ્મને થિએટરમાં જ રિલીઝ કરવા ઇચ્છીએ છીએ અને એટલે જ થોડી રાહ જોવાનું યોગ્ય સમજ્યું છે. ફિલ્મમાં સંજય દત્ત અને રવિના ટંડન પણ આ વખતે આકર્ષણ બનશે. યશની સાથે હિરોઇન તરીકે શ્રીનિધી શેટ્ટી મુખ્ય રોલ નિભાવી રહી છે.

(10:25 am IST)