Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

શાહરૂખ ખાન સાથે 'પઠાણ'માં જ્હોન અબ્રાહમ શેયર કરશે સ્ક્રીન : ભજવશે વિલન ભૂમિકા

મુંબઈ: શાહરૂખ ખાનની આગામી ફિલ્મ 'પઠાણ'માં જ્હોન અબ્રાહમ પણ દર્શકોનું દિલ જીતવા માટે તૈયાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મમાં જ્હોન વિલન જોવા મળશે. ધૂમમાં તેની શાનદાર અભિનયથી દર્શકોનું દિલ જીતનાર જોન ફરી એકવાર વિલન તરીકે જોવા મળશે. તેની ભૂમિકા માટે વિશેષ લુક તૈયાર કરવામાં આવી રહ્યો છે.અહેવાલ મુજબ જ્હોન તેના પાત્રને લઈને ખૂબ ખુશ છે. 'બટલા હાઉસ', 'સત્યમેવ જયતે' અને 'પોખરણ' જેવી ફિલ્મો કર્યા પછી જ્હોન હવે 'પઠાણ'માં એન્ટી હીરોની ભૂમિકા નિભાવી રહ્યો છે. આ પહેલા એક્શન અને દેશભક્તિની ફિલ્મોમાં દેખાઈ ચુકેલા જોન તેના વિલન પાત્રને લઈને ઘણા ઉત્સાહિત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂમિકા તદ્દન અલગ હશે.

(5:13 pm IST)