Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

અભિનેતા રણવીરસિંહની કારને બાન્‍દ્રામાં બાઇક ચાલકે પાછળથી ટક્કર મારીઃ અભિનેતાને ઇજા ન થઇઃ કારમાં નુકશાન

નવી દિલ્હી: બોલીવુડ અભિનેતા રણવીર સિંહની કારને બાન્દ્રામાં એક બાઈક ચાલકે પાછળથી ટક્કર મારી દીધી. જો કે અભિનેતાને કોઈ ઈજા થઈ નથી. તે સુરક્ષિત છે. ઘટના બાદ અભિનેતા કારને થયેલા નુકસાનને જોવા નીચે ઉતર્યો અને ગણતરીની મિનિટોમાં ત્યાંથી જતો રહ્યો હતો.

ફોટોગ્રાફર વિરલ ભાયાણીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઘટનાનો વીડિયો શેર કર્યો. એક બાઈકની બાન્દ્રામાં રણવીર સિંહની કારને સામાન્ય અકસ્માત થયો. ઘટના બાદ તે અન્ય બિલ્ડિંગમાં પ્રવેશ કરતા કેમેરામાં કેદ થયો. ભાયાણીના શેર કરાયેલા વીડિયોમાં રણવીર પાપારાઝીઓને હાથ હલાવતો જોવા મળી રહ્યો છે.

વર્કફ્રન્ટની વાત કરીએ તો રણવીર જલદી કબીર ખાન નિર્દેશિત ફિલ્મ '83'માં કપિલ દેવની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત તે યશરાજ બેનરની ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં પણ જોવા મળશે.

 

(5:46 pm IST)