Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

જબરદસ્ત એકશન કરતી જોવા મળશે શ્રીયા

અભિનેતા પિતા સચીન અને અભિનેત્રી માતા સુપ્રિયાની દિકરી શ્રીયા પિલગાંવકરમાં અભિનયના ગુણ માતા-પિતામાંથી ઉતરી આવ્યા છે. ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કરી જાણીતી બનેલી શ્રીયા હવે જબરદસ્ત  જાસૂસી થ્રિલર ક્રાઇમ સિરીઝ 'ક્રેકડાઉન'માં કામ કરી છે. જેમાં તે સાધારાણ મહારાષ્ટ્રીયન યુવતિ દિવ્યાનો રોલ નિભાવી રહી છે. દિવ્યાની કઇ રીતે બળજબરીથી એક ખતરનાક મિશનમાં સામેલ કરી દેવામાં આવે છે તેની કહાની છે. નિર્દેશક અપુર્વ લાખીયાની આ સિરીઝમાં અભિનેતા શાકિબ સલિમ મુખ્ય રોલમાં છે. કહાની એક મિશન પર આધારીત છે. શ્રીયા પહેલી જ વખત એકશન કરતી પણ જોવા મળશે. તે કહે છે આ રોલ મને મળતાં હુ ખુબ જ ઉત્સાહિત છું. લોકો મને જોરદાર એકશન કરતી જોઇ શકશે. પહેલેથી જ મને એકશન થ્રિલર પસંદ છે અને મને હવે આ રોલ મળ્યો છે. ક્રેકડાઉન મને મળતાં મારી ઇચ્છા પુરી થઇ છે. મને આ રોલ માટે પસંદ કરવામાં આવી એ માટે હું અપુર્વ અને જાવેદની આભારી છું. શ્રીયા છેલ્લે લોકડાઉનમાં ઘરમાં રહીને શુટીંગ કરી બનાવાયેલા શો ધ ગોન ગેમમાં જોવા મળી હતી. રાણા દગુબાતી સાથે તે હાથી મેરે સાથીમાં પણ તે જોવા મળશે.

(10:23 am IST)
  • વડોદરામાં પુર્વ મેયર અને કોર્પોરેટર ભરત ડાંગર કોરોનાની ઝપટે ચડ્યા: ટીવટરમાં આપી જાણકારી: તેઓએ તેમના સંપર્કમાં આવેલ લોકો ટેસ્ટ કરવા કરી અપીલ access_time 10:32 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • ઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST