Gujarati News

Gujarati News

News of Wednesday, 16th September 2020

ગોરખપુરના ભાજપ સાંસદ રવિ કિશન અને અંજનાસિંહનું રોમેન્‍ટીક ભોજપુરી ગીત સોશ્‍યલ મીડિયામાં વાયરલ

મુંબઇ: ગોરખપુરથી બીજેપી સાંસદ રવિ કિશન હાલ બોલિવુડમાં તપાસની માંગને ચર્ચામાં આવ્યા છે. જેના બાદ કેટલાક લોકો તેમના સમર્થનમાં આવ્યા છે, તો કેટલાક લોકોએ તેમની આલોચના કરી છે. ત્યારે આવામાં તેમનુ એક જૂનુ સોન્ગ ફરી ચર્ચામાં આવ્યું છે. રવિ કિશને ભોજપુર ઈન્ડસ્ટ્રીઝમાં અનેક મોટી સુપરહીટ ફિલ્મો આપી છે.

તેમની ફિલ્મોના અનેક ગીતો લોકોના જીભે ચઢેલા છે. અંજના સિંહ અને રવિ કિશનનું રોમેન્ટિક ભોજપુર ગીત સંઈયા દેખી ના એસે નજર સે.... નો વીડિયો દર્શકોને પર ખૂબ પસંદ આવી રહ્યું છે.

આ ગીતને કલ્પના અને અલોક કુમારે સાથે મળીને ગાયું છે. જ્યારે કે આ ગીતના બોલ એસ કુમારે લખ્યા છે. રવિ કિશન આ ગીતમાં અંજના સિંહ સાથે રોમાન્સ કરતા ચર્ચામાં આવ્યા છે. બંનેની ઓનસ્ક્રીન રોમેન્ટિક કેમેસ્ટ્રી કમાલની લાગી રહી છે.

(4:27 pm IST)
  • ઉમરપાડામાં ખતરનાક વરસાદ : બે કલાકમાં અનરાધાર ૧૧ ઇંચ : વલસાડ: ઉમરપાડામાં બે કલાકમાં ૧૧ ઈંચ વરસાદ ખાબક્યો access_time 7:29 pm IST

  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST

  • અમિતભાઈ સ્વસ્થ: એઈમ્સમાંથી : રજા આપવામાં આવી : ગૃહ મંત્રી અમિતભાઈ શાહને નવી દિલ્હી ખાતે એઈમ્સ હોસ્પિટલમાંથી આજે રજા આપવામાં આવી છે. તેમને રૂટીન ચેક-અપ માટે 13 સપ્ટેમ્બરે એઇમ્સમાં ફરી દાખલ કરવામાં આવ્યા હતા. access_time 7:30 pm IST