Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

નોરા થઇ ખુશઃ વધ્યા ચાહકો

સુપર ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહીના ચાહકોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. ઇંસ્ટાગ્રામ પર નોરાના સોળ મિલીયન ફોલોઅર્સ થઇ ગયા છે. નોરાએ તાજેતરમાં ઇંસ્ટા પર એક વિડીયો પોસ્ટ કરી પોતાની ખુશી વ્યકત કરી છે. પોતાની ખુબસુરતી, જબરદસ્ત ડાન્સ અને અભિનયથી બધાના દિલ જીતી ચુકેલી નોરા ભારતમાંજ નહિ બીજા દેશોમાં પણ જાણીતી છે. સોળ મિલીયન ફોલોઅર્સ થઇ જતાં તેની ખુશી વ્યકત કરવા તેણે મજેદાર વિડીયો મુકયો હતો. નોરાને ચાહકો બાહુબલી-ધ બિગીનીંગના ગીત મનોહરીથી માંડી સત્યમેવ જયતે, બાટલા હાઉસ, સ્ત્રી, સ્ટ્રીટ ડાન્સર-થ્રીડી સહિતની ફિલ્મોમાં કામ કરતાં જોઇ છે. હવે પછી તે અજય દેવગણ અને સોનાક્ષી સિન્હા સાથે ફિલ્મ ભુજ-ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયામાં જોવા મળવાની છે. અજય દેવગણની મુખ્ય ભુમિકા વાળી આ ફિલ્મમાં નોરાને જાસૂસનો રોલ મળ્યો છે. ભુજની કહાની ભારત-પાકિસ્તાના ૧૯૭૧ના યુધ્ધ વખતની છે. ફિલ્મમાં નોરાના ભાગે અનેક એકશન સિન્સ પણ છે. આ માટે તેણે મિકસ્ડ માર્શલ આર્ટની તાલિમ પણ લીધી છે.

(10:01 am IST)
  • ચીનના જાસૂસી કાંડ મામલે તપાસ :ચીની કંપનીના જાસૂસી કાંડ મામલે કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સાયબર સુરક્ષા સમન્વયકના વડપણ હેઠળ કમિટીની રચના :30 દિવસમાં માંગ્યો રિપોર્ટ access_time 1:03 am IST

  • " સર કટા શકતે હૈ ,લેકિન સર ઝુકા શકતે નહીં " : હું ક્ષત્રિયાણી છું : સ્વમાનના ભોગે સિદ્ધાંતમાં બાંધછોડ નહીં કરું : રાષ્ટ્રના સન્માન માટે અવાજ ઉઠાવીશ : રાષ્ટ્રવાદી તરીકે જીવીશ : જયહિન્દ : કંગના રનૌતનું ટ્વીટ access_time 1:00 pm IST

  • કોરોના વાઇરસથી સંક્રમિત બીજેપી સાંસદ અશોક ગાસતિનું નિધન : હજુ બે મહિના પહેલા રાજ્યસભાના સાંસદ તરીકે શપથ લીધા હતા : ગઈકાલ બુધવારે તિરુપત્તીના લોકસભાના સાંસદ બલ્લી દુર્ગાપ્રસાદ રાવનું કોરોના વાઇરસને કારણે અવસાનથયું : આજ ગુરુવારે બીજા સાંસદનો કોરોના વાયરસે ભોગ લીધો : 2 દિવસમાં 2 સાંસદની ચિર વિદાય access_time 6:23 pm IST