Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

૯ નવેમ્બરે ફુટશે 'લક્ષ્મી બોમ્બ'

અક્ષયકુમારે કરી જાહેરાત

મુંબઇ,તા.૧૭:હાલ બોલિવૂડમાં તમામ મોટા સ્ટાર્સ પોત પોતાની ફિલ્મોની તૈયારીમાં જોડાઇ ગયા છે. કોઇ નવી ફિલ્મો સાઇન કર્યું છે તો કોઇ વિદેશમાં પોતાના ફિલ્મોની શૂટિંગમાં વ્યસ્ત છે. આ વચ્ચે બોલિવૂડના ખેલાડી અક્ષય કુમાર તેની મચ અવેટેડ ફિલ્મને લઇને મોટી જાહેરાત કરી છે. તમને જણાવી દઇએ કે ૨૦૨૦ની દિવાળી પર આ ફિલ્મની ધમાકેદાર રીલિઝ થશે.

આ વાતની જાણકારી અક્ષય કુમારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આપી છે. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે આ વખતે તમારા ઘરે લક્ષ્મી આવવાની સાથે એક મોટો ધમાકો પણ આવશે. ૯ નવેમ્બરે લક્ષ્મીબોમ્બ આવશે. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મમાં પહેલીવાર અક્ષય કુમાર એક મહિલા અને એક પુરૂષ એમ બંને અલગ અલગ રોલમાં નજરે પડશે.

કોરોના લોકડાઉન પછી લાંબા સમયથી આ ફિલ્મની રીલિઝ વિષે ચર્ચા ચાલી રહી હતી. તેનું ટીઝર પર અક્ષય કુમારે આ સાથે પોસ્ટ કર્યું છે. જે જોતા આ ફિલ્મ દમદાર હશે તેવું લાગી રહ્યું છે.

આ મામલે પહેલા પણ ડિઝની હોટસ્ટાર પર તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે આ ફિલ્મ તેમનું લોંગ ટાઇમ ડ્રીમ પ્રોજેકટ છે. જો કે બીજી તરફ અક્ષય કુમારના ફેન્સ પણ લાંબા સમયથી આ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. ત્યારે આ ફિલ્મની રીલિઝ ડેટ જાણીને ફેન્સમાં આ ફિલ્મ માટે ઉત્સાહ વધ્યો છે.

આ ફિલ્મ પહેલા માર્ચમાં રીલિઝ થવાની વાત ચાલતી હતી પણ કોરોના કાળમાં થિયેટર બંધ થઇ જતા આ ફિલ્મની રીલિઝ ડેટ પાછી ટાળવામાં આવી હતી.

(11:27 am IST)
  • નેપાળના પ્રાઈમ મિનિસ્ટર કે.પી.શર્મા ઓલીએ શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી : બંને દેશ સાથે મળીને કામ કરશું તથા સબંધો વધુ મજબૂત કરીશું તેવી ભાવના વ્યક્ત કરી access_time 1:11 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST

  • જીપીએસસી ચેરમેન દિનેશભાઇ દાસા સંક્રમિત : હોમ આઇસોલેશનમાં access_time 2:37 pm IST