Gujarati News

Gujarati News

News of Thursday, 17th September 2020

36 વર્ષીય કોરિયન અભિનેત્રી ઓહ ઇન-હાય ડિપ્રેશનમાં ગુમાવી જિંદગી

મુંબઈ: કોરિયન અભિનેત્રી ઓહ ઇન-હાયનું સોમવારે દક્ષિણ કોરિયાની એક હોસ્પિટલમાં નિધન થયું. તે 36 વર્ષની હતી.એક અહેવાલમાં જણાવાયું છે કે ઓહ ઇન-હાય તેના મિત્ર દ્વારા ઇન્ચેઓન સ્થિત તેના ઘરે બેભાન હાલતમાં મળી આવી હતી અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. પોલીસે નિવેદનમાં કહ્યું છે કે હત્યા અંગે શંકા કરવાનું કોઈ કારણ નથી, પરંતુ તે ડિપ્રેસનનો ભોગ બની હોવાથી આત્મહત્યાની શંકા કરી રહી છે.એક પોલીસ પ્રવક્તાએ કહ્યું કે, "તેણીએ આત્યંતિક પસંદગી કરી હોવાનું દેખાય છે." તપાસ હજુ ચાલુ છે. ઓહ ઇન-હાયે 2011 માં આવેલી ફિલ્મ સિન ઓફ ફેમિલીથી પ્રવેશ કર્યો હતો. અભિનેત્રી પછી રેડ વેકન્સ, બ્લેક વેડિંગ, પ્લાન જેવી ફિલ્મોમાં દેખાયા હતા. તે તાજેતરમાં ટીવી શો 539 યિયોનામ-ડોંગમાં જોવા મળી હતી.

(5:04 pm IST)
  • ગુજરાત ઉપરાંત દિલ્હી ,ઉત્તરાખંડ ,તામિલનાડુ ,તથા ઉત્તર પ્રદેશમાં 21 સપ્ટેમ્બરથી સ્કૂલો નહીં ખુલે : હરિયાણામાં સ્કૂલો ખુલી જશે : છત્તીસગઢ અને બિહાર હજુ સુધી અવઢવમાં : અનલોક 4 દરમિયાન 21 સપ્ટેમ્બરથી સ્કૂલો ફરીથી ચાલુ કરી શકવાના કેન્દ્ર સરકારના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો અસંમત access_time 12:11 pm IST

  • રસ્તો ક્રોસ કરી રહેલા ઉત્તર પ્રદેશના ભાજપના ધારાસભ્ય દેવેન્દ્ર પ્રતાપ સિંહને વાહને અડફેટે લઇ લીધા : ચા પીવા ઉભા રહ્યા બાદ રસ્તો ઓળંગી રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જઈ રહેલા વાહને ટક્કર મારી દીધી : ગંભીર હાલતમાં લખનૌ હોસ્પિટલમાં દાખલ access_time 8:37 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર યથાવત :રાત્રે 11-30 વાગ્યા સુધીમાં નવા 97.856 પોઝીટીવ નોંધાયા : કુલ કેસની સંખ્યા 51.15.893 થઇ : એક્ટિવ કેસ 10.09.886 થયા : વધુ 82,922 દર્દીઓ સ્વસ્થ થતા 40.22.049 રિકવર થયા : વધુ 1140 લોકોના મોત : મૃત્યુઆંક 83,230 થયો access_time 1:06 am IST