Gujarati News

Gujarati News

News of Monday, 18th January 2021

એ કામ ખુબ કઠીન હોય છેઃ સુનિલ

કોમેડીયન તરીકે મોટુ નામ ધરાવતો અભિનેતા સુનિલ ગ્રોવર ફિલ્મોમાં પોતાની ઇમેજથી અલગ ગંભીર પ્રકારના રોલ પણ નિભાવી રહ્યો છે. હવે તે સૈફ અલી ખાન સાથે વેબ સિરીઝ તાંડવમાં સૈફના આસીસ્ટન્ટના રોલમાં દેખાયો છે. સુનિલે કહ્યું હતું કે આ સિરીઝમાં કામ કરીને હું ખુબ જ ખુશ છું. તાંડવના નિર્દેશક અલી અબ્બાસ જફર સાથે હું અગાઉ પણ કામ કરી ચુકયો છું. મને સ્ટોરી ખુબ ગમી હતી, ઓફર થતાં જ હા પાડી હતી. મને કહેવાયું હતું કે મારે અહિ માત્ર પુરૂષનો રોલ કરવાનો છે અને સતત પુરૂષના કપડા જ પહેરવાના છે. સુનિલ અગાઉ ધ કપિલ શર્મા શોમાં રિન્કુ દેવી, ગુત્થી જેવા સ્ત્રીના રોલ ભજવીને દર્શકોને ખુબ હસાવી ચુકયો છે. સુનિલ કહે છે કે મહિલાના ડ્રેસ પહેરીને તૈયાર થવું ખુબ જ કઠીન કામ હોય છે. તેમાં પણ આંખોમાં આંજણ આંજવું એ વધુ કપરુ હોય છે. તાંડવમાં સૈફ અલી ખાન, ડિમ્પલ કાપડીયા, મોહમમદ જીશાન અયુબ, ગોહર ખાન, કૃતિકા કામરા, ડીનો મારીયા જેવા કલાકારો ખાસ ભુમિકામાં છે.

(9:49 am IST)