Gujarati News

Gujarati News

News of Tuesday, 19th January 2021

ફિલ્મ રિલીઝ થવાની રાહમાં છે કેટરીના

બોલીવૂડની બાર્બી ગર્લ કેટરીના કૈફે કારકિર્દીની શરૂઆતમાં સાઉથની ફિલ્મો પણ કરી હતી. હવે તે દક્ષિણના સુપરસ્ટાર વિજય સેતુપતિ સાથે કામ કરશે. શ્રીરામ રાઘવનના નિર્દેશનમાં બનનારી ફિલ્મમાં કેટરીના અને વિજય સેતુપતિની મુખ્ય ભુમિકા છે. કેટરીના હાલમાં તો પોતાની બનીને તૈયાર થઇ ગયેલી ફિલ્મ સૂર્યવંશી રિલીઝ થાય તેની રાહમાં છે. રોહિત શેટ્ટીની આ ફિલ્મમાં અક્ષય કુમાર સાથે વર્ષો પછી ફરીથી કેટરીનાની જોડી છે. હાલમાં કેટરીના હોરર કોમેડી ફોન ભૂત પણ કરી રહી છે. જેમાં સિધ્ધાંત ચતુર્વેદી અને ઇશાન ખટ્ટર તેની સાથે છે. વિજય સેતુપતિ સુપરહિટ તામિલ ફિલ્મ માનાગરમની હિન્દી રિમેક સાથે બોલીવૂડમાં પોતાની કારકિર્દી શરૂ કરશે. આ ફિલ્મનું નિર્દેશન સંતોષ સિવન કરી રહ્યા છે. વિજય આ ફિલ્મમાં કોમેડી ભુમિકા ભજવશે. કેટરીનાની બોલીવૂડમાં કારકિર્દી ઘડવામાં સલમાન ખાને મોટી ભુમિકા નિભાવી છે. 

(10:21 am IST)