Gujarati News

Gujarati News

News of Friday, 19th February 2021

સંજય લીલા ભણશાળીની ફિલ્મ ગંગૂબાઇ કાઠીયાવાડીને રાહત

મુંબઇઃ સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાળીની ફિલ્મ ''ગંગૂબાઇ કાઠીયાવાડી''ની રીલીઝ માટેનો રસ્તો હવે ખૂલી ગયો છે. મુંબઇ કોર્ટે ભણસાલી, અભિનેત્રી આલિયા ભટ્ટ, લેખક હુસૈન જૈદી વિરૂદ્ધ ગંગુબાઇના હરીફ પુત્ર બાબુજી શાહે કરેલ કેસ રદ ફરમાવાતા હવે આ ફિલ્મ રિલીઝ થઇ શકશે. બાબુજી શાહે એવો વાંધો લીધેલ કે માફિયા કવીન્સ નામના પુસ્તકના એક અધ્યાય ઉપરથી બની રહેલ આ ફિલ્મથી ગંગૂબાઇની પ્રતિષ્ઠા જોખમાશે.

(11:25 am IST)