Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વધુ પડકારજનક બન્યો છે રોલઃ મોહમ્મદ અઝીમ

અભિનેતા મોહમ્મદ અઝીમ ફરી એકવાર તેના ચાહકો માટે ટીવી પરદે આવ્યો છે. આજે સોમવારથી સ્ટાર પ્લસ પર સાથ નિભાના સાથીયાની બીજી સિઝનનો પ્રારંભ થઇ ગયો છે. લોકડાઉનમાં આ શોની પહેલી સિઝનનું રીટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યું હતું. બીજી વખત દર્શાવવામાં આવી રહેલા એપિસોડ્સને પણ ચાહકો આતુરતાથી નિહાળતાં હતાં. ત્યારે જ નિર્માતાઓએ બીજી સિઝન લાવવાનું નક્કી કરી લીધું હતું. સાથ નિભાના સાથીયામાં દેવોલીના ભટ્ટાચાર્ય અને રૂપલ પટેલ ગોપી વહુ અને  કોકીલાબેનના રોલમાં જોવા મળશે. સાથે મોહમ્મદ અઝીમ અગાઉની જેમ જ ફરી વખત ડબલ રોલમાં જોવા મળશે. મોહમ્મદ કહે છે આગલી સિઝનમાં મેં અહમ અને જગ્ગી એમ બંને પાત્રો ભજવ્યા હતાં. આ વખતે પણ આ પાત્રો યથાવત છે. જો કે બંને પાત્રોમાં અનેક બદલાવ લાવવામાં આવ્યા છે. આ કારણે આ રોલ મારા માટે ખુબ પડકારજનક બન્યો છે.

 

(9:40 am IST)