Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

ઋષીના કંધારી સારી ડ્રેસ ડિઝાઇનર પણ છે

ટીવી કે ફિલ્મોના પરદે અભિનેતા-અભિનેત્રીઓ અભિનય ઉપરાંતની પોતાની આવડતને કારણે પણ જાણીતા હોય છે. ઘણા કલાકારો નિર્દેશન કે લેખનના કામમાં પણ હાથ અજમાવતાં હોય છે તો ઘણા ગાયકી કે પછી ફેશનની બાબતમાં સારા જાણકાર હોય છે. ટીવી શો એ મેરે હમસફરમાં કામ કરતી અભિનેત્રી ઋષિના કંધારી ફેશનની બાબતમાં પણ અવ્વલ છે. તે પોતાના કપડાની ડિઝાઇન અને સ્ટાઇલ જાતે જ તૈયાર કરે છે. ઋષિના કહે છે મને શુટીંગમાંથી સમય મળતાં જ હું મારા આઉટફીટ ડિઝાઇન કરવા માટે એ સમયનો ઉપયોગ કરુ છું. દર અઠવાડીએ હું મારા ડ્રેસીસની ડિઝાઇન કરવા માટે રચનાત્મક રીતે વિચારતી રહુ છું અને પછી તેના પર સમય પસાર કરુ છું. મને અનેક લોકોએ સલાહ આપી છે કે મારે મારું પોતાનું લેબલ શરૂ કરી દેવું જોઇએ. મેં અનેક એવોર્ડ ફંકશન માટે અગાઉ કપડા તૈયાર કર્યા હતાં. મારા ફ્રેન્ડસર્કલમાં પણ હું આ સ્ટાઇલનું કામ કરી આપુ છું. ઇમરતી કોઠારીના પાત્રને સટઇલ કરવાનું કામ પણ હું કરુ છું. મને સોૈથી વધુ મજા આવતી હોય તો એ છે મારી સાડી. ડિઝાઇનીંગ ઉપરાંત હું હેરસ્ટાઇલ અને મેકઅપ પર પણ હાથ અજમાવી લઉ છું.

 

(9:40 am IST)