Gujarati News

Gujarati News

News of Tuesday, 20th October 2020

દિપ્તી નવલની મોહાલીની હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી થઇ

મુંબઈ: મનાલીમાં હાર્ટ એટેક આવી ચૂકેલી અભિનેત્રી દિપ્તી નવલનું મંગળવારે સવારે મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં એન્જીયોપ્લાસ્ટી થઈ હતી. ડોક્ટરોએ જણાવ્યું છે કે તેની હાલત સ્થિર છે.દીપ્તિને રવિવારે હાર્ટ એટેક આવ્યો હતો અને સોમવારે તેને કાર્ડિયાક કેર એમ્બ્યુલન્સમાં મોહાલી લાવવામાં આવ્યો હતો. એક ડોક્ટરે આઈએએનએસને જણાવ્યું હતું કે નવલની હાલત સ્થિર છે અને તેને જલ્દીથી રજા આપવામાં આવશે. નવલ લાંબા સમયથી મનાલીમાં એક કોટેજમાં રહેતી હતી.

(6:05 pm IST)