Gujarati News

Gujarati News

News of Friday, 20th November 2020

હું નસિબદાર છું: ટિસ્કા ચોપડા

હિમાચલ પ્રદેશના કસોૈલીની સુંદરી ટિસ્કા ચોપડા બોલીવૂડ, ટીવી પરદે અને વેબ સિરીઝમાં કામ કરીને જાણીતી બની છે. નેવુના દસકમાં ૧૯૯૩માં અજય દેવગણની હિરોઇન તરીકે ફિલ્મ પ્લેટફોર્મથી તેણે નામના મેળવી હતી. એ પહેલા તેની પંદર ઓગષ્ટ પણ આવી હતી. ટિસ્કાએ તમિલ, તેલુગુ, મલયાલમ અને ઇંગ્લીશ ફિલ્મમાં પણ કામ કર્યુ છે. છેલ્લે તે અક્ષય-કરીનાની ગૂડ ન્યુઝમાં ડો. સંધ્યા જોષીના રોલમાં જોવા મળી હતી. ટીવી પરદે સ્ટાર  બેસ્ટસેલર્સ, અસિત્વ એક પ્રેમ કહાની, કરિશ્મા કા કરિશ્મા, સરકાર, ૨૪ સહિતના શો કરી ચુકી છે. ડિજીટલ પ્લેટફોર્મ પર તેણે મરિયમ ખાન-રિપોર્ટીંગ લાઇવ, હોસ્ટેઝ સિઝન-૧, બીચેમ હાઉસ સહિતની સિરીઝ-શો કર્યા છે. ચટની અને છુરી જેવી તેની શોર્ટ ફિલ્મ પણ છે. ટિસ્કા કહે છે ઇન્ડસ્ટ્રીમાં એક જ પ્રકારની ભુમિકામાંથી બહાર આવવાનું અઘરૂ હોય છે. અહિ કોઇ રોલ તમે સારી રીતે ભજવો તો પછી એવા જ રોલ ઓફર થતા રહે છે. હું ધીરજ રાખવામાં માનુ છું. નસિબદાર છું કે મને વહેલુ મોડુ કામ તો મળી જ રહે છે.

(9:40 am IST)