Gujarati News

Gujarati News

News of Thursday, 21st January 2021

રિચા રાઠોડ જોવા મળશે નવા શોમાં

અભિનેત્રી રિચા રાઠોડ હવે સ્ટાર પ્લસના નવા શોમાં જોવા મળવાની છે. રિચા અગાઉ કુમકુમ ભાગ્ય, રાધાકૃષ્ણ સહિતના શો કરી ચુકી છે. તુજસે હૈ રાબતા અને બહુ હમારી રજનીકાંત જેવી સિરીયલના નિર્માતાએ બંગાળી શો સંજહર બાતીની હિન્દી રિમેક તરીકે આપકી નજરો ને સમજા નામથી બનાવ્યો છે. સિરીયલમાં એવી છોકરીની કહાની છે જેની સાથે તેની સાવકી માતા અને બહેન ખુબ ખરાબ વ્યવહાર કરે છે. પરંતુ આ છોકરીના લગ્ન જ્યારે ખુબ પૈસાદાર પરિવારના યુવાન સાથે થાય છે ત્યારે તેની જિંદગીમાં મોટો વળાંક આવે છે. જો કે આ યુવાન દ્રષ્ટીહીન હોય છે, તો સાથો સાથ ખુબ સારો ફોટોગ્રાફર પણ છે. આ કારણોસર તેને પોતાની દ્રષ્ટી ગુમાવ્યાનું કોઇ દુઃખ નથી. નાગિન ફેઇમ વિજેયેન્દ્ર કુમેરીયાની જોડી રિચા રાઠોડ સાથે છે. નારાયણી શાસ્ત્રી, મિલોની કાપડીયા પણ શોમાં છે. મરાઠી અભિનેત્રી રેવતી લેલે, પંકિત ઠક્કર અને સઇ બર્વે પણ ખાસ રોલમાં છે.

(10:04 am IST)