Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

મૃણાલ કરી રહી છે નવી ફિલ્મ માટે ખાસ તૈયારી

મૃણાલ ઠાકુરની ફિલ્મ તૂફાન રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં ફરહાન અખ્તરની મુખ્ય ભુમિકા છે. આ ફિલ્મ આવે એ પહેલા મૃણાલે બીજી ફિલ્મની તૈયારી શરૂ કરી લીધી છે. નિર્દેશક રાજા કૃષ્ણા મેનનની ફિલ્મ પિપ્પાની તૈયારી મૃણાલે શરૂ કરી દીધી છે. આ ફિલ્મની કહાની ૧૯૭૧ની છે. એ વખતે બાંગ્લાદેશ (ત્યારે પુર્વ પાકિસ્તાન)માં થયેલા બેટલ ઓફ ગરીબપુરની પૃષ્ઠભુમિ પર પિપ્પા આધારીત છે. બ્રિગેડીયર બલરામસિંહ દ્વારા લખાયેલા પુસ્તક ધ બર્નિંગ ચફીસ પરથી આ ફિલ્મ બનાવાઇ રહી છે. મૃણાલ આ ફિલ્મ માટે દમદાર લૂક અપનાવવાની તૈયારીમાં છે. આ માટે તેને આકરી તાલિમ લેવી પડી રહી છે. મિકસ્ડ માર્શલ આર્ટસની તાલિમ તે લઇ રહી છે. ફિલ્મમાંતે ઇશાન ખટ્ટર અને પ્રિયાંશુની નાની બહેનનો રોલ નિભાવી રહી છે. આ માટે કહાનીનું વાંચન પણ કરી રહી છે. મૃણાલ ૭૧ના કાળના મહિલા સ્વાતંત્ર્ય સેનાનીની જાણકારી પણ મેળવી રહી છે.

(11:04 am IST)