Gujarati News

Gujarati News

News of Wednesday, 21st April 2021

શાળા સમયના દિવસો જીવનમાં સોૈથી સારા હોય છેઃ સ્નેહલત્તા

સોની ટીવી પરના ઐતિહાસિક શો 'પૂણ્યશ્લોક અહિલ્યાબાઇ' રાણી અહિલ્યાબાઇ હોલકરના સન્માનિત જીવન પર આધારીત છે. જેમણે પોતાના સસરા મલ્હારાવ હોલકરના સાથ સહકારથી સામાજીક માપદંડો અને લોકોના કલ્યાણ માટેના સકારાત્મક કાર્યો કર્યા હતાં. ખાસ કરીને મહિલાઓ માટે તેમણે ખુબ કામ કર્યા હતાં. શોમાં અભિનેત્રી સ્નેહલત્તા વાસિકર અહિલ્યાના સાસુમાના રોલમાં છે. સ્નેહલત્તાએ પોતાના સ્કૂલના દિવસો યાદ કરતાં કહ્યું હતું કે એ જુના દિવસોની યાદ ઘણીવાર આવતી રહે છે. ત્યારનું જીવન ખુબ જ સરળ અને ચિંતામુકત હતું. સ્નેહલત્તાએ કહ્યું હતું કે શાળા સમયના દિવસો આપણા જીવનના સોૈથી સારા દિવસો હોય છે. કારણ કે એ બધા માટે એક શરૂઆત હોય છે. સ્કૂલ આપણા ચરિત્રને આકાર આપે છે. માનસિક દ્રષ્ટીકોણને ઢાળે છે અને જીવનના મુળ સિધ્ધાંતો શીખવાની શરૂઆત થાય છે. મારા માતા પિતાને શિક્ષણ ઉચિત લાગ્યું હતું અને મને ખુબ ભણાવી હતી.

(11:05 am IST)