Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

સની લિયોન અને કરિશ્મા તન્નાની ફિલ્મ 'બુલેટ્સ'નું ટ્રેલર રિલીઝ

મુંબઈ: બોલિવૂડની હોટ અને બોલ્ડ એક્ટ્રેસ સન્ની લિયોન અને કરિશ્મા તન્ના 2015 માં 'ટીના અને લોલો' નામની ફિલ્મ બનાવી રહી હતી. ફિલ્મ બનવાની શરૂઆત થઈ અને તે તૈયાર થઈ ગઈ. હવે ઓટીટી પર ફિલ્મ વેબસીરીઝ તરીકે રજૂ કરવામાં આવી રહી છે. હવે તેનું નામ બુલેટ્સ રાખવામાં આવ્યું છે. આ સિરીઝનું ટ્રેલર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. આ શ્રેણી 30 ઓક્ટોબરે એમએક્સ પ્લેયર પર રજૂ કરવામાં આવશે. દેવાંગ ધોળકિયા દિગ્દર્શિત, આ સિરીઝમાં સન્ની લિયોન અને કરિશ્મા તન્નાનો સેક્સી અવતાર જોવા મળી રહ્યો છે. આ બંને સાથે મળીને એક્શન કરતા પણ જોવા મળે છે.

(5:00 pm IST)