Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd September 2021

નુસરતની હોરર ફિલ્મ આવશે નવેમ્બરમાં

હોરર ફિલ્મના શોખીનો માટે વધુ એક આ જોનરની ફિલ્મ આવી રહી છે. અમેઝોન પ્રાઇમ વિડીયોની ઓરીજીનલ હોરર ફિલ્મ 'છોરી' આગામી નવેમ્બર મહિનામાં દર્શકોને  ખુબ ડરાવશે તેવો દાવો નિર્માતા કરી રહ્યા છે. આ ફિલ્મની એક ઝલકનું પોસ્ટર સોશિયલ મિડીયા પર મુકવામાં આવ્યું છે. જે ખુબ ડરામણું છે. ફિલ્મનું નિર્દેશક વિશાલ ફુરીયાએ કર્યુ છે. જ્યારે ફિલ્મના નિર્માતા ભુષણ કુમાર, કૃષ્ણ કુમાર, વિક્રમ મલ્હોત્રા, જૈક ડેવિસ તથા શીખા શર્મા છે. સુપરહીટ મરાઠી ફિલ્મ લપછાપીની આ હિન્દી રિમેક છે. છોરીમાં નુસરત ભરૂચા, મીતા વશિષ્ઠ, રાજેશ જાયસ, સોૈરભ ગોયલ અને યાનીયા ભારદ્વાજ મુખ્ય ભુમિકામાં છે. નિર્માતા કહે છે છોરી એ ડરની નવી બ્રાન્ડ બની રહેશે. ફિલ્મનું મોટા ભાગનું શુટીંગ મધ્યપ્રદેશમાં બનખેડી, ભોપાલ સહિતના સ્થળો પર કરવામાં આવ્યું હતું. નુસરતે પ્યાર કા પંચનામા, સોનુ કે ટીટૂ કી સ્વીટી, ડ્રીમગર્લ, છલાંગ, મરજાવા સહિતની હિન્દી ફિલ્મો ઉપરાંત તમિલ ફિલ્મ પણ તેણે કરી છે. છોરી પછી હુડદંગ અને રામ સેતુ પણ તેની મહત્વની ફિલ્મ છે.

(10:19 am IST)