Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

જેનિફર વિંગેટની દિલચશ્પ સફર

જેનિફર વિંગેટ તાજેતરમાં ગોવાની સફર પર ગઇ હતી અને ત્યાંની તસ્વીરો સોશિયલ મિડીયા પર પોસ્ટ કરી હતી. જેમાં તે આરામ કરતીઅને મસ્તી કરતી જોવા મળી હતી. બિગ બોસની હાલની સિઝનમાં જેનિફર પણ જોવા મળશે તેવી વાતો વહેતી થઇ હતી પણ તે માત્ર અફવા બની રહી હતી. જેનિફરે આ શોમાં ભાગ લીધો નથી. એવી પણ ચર્ચા હતી કે તે સોૈથી વધુ ફી લઇને બિગ બોસમાં જોડાશે. જેનિફરે કારકિર્દીની શરૂઆત શાકા લાકા બૂમ બૂમ શોમાં બાળ કલાકારથી કરી હતી. એ પછી તે અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા અભિનીત કુછ ના કહોમાં અભિષેકની બહેનના રોલમાં જોવા મળી હતી. જેનિફરની ટીવી પરદાની સફર દિલચશ્પ રહી છે. કસોટી જિંદગી કીમાં શ્વેતાની પ્રેમાળ દિકરી સ્નેહાથી લઇને બેહદની હોટ વિલન માયાની સફર શાનદાર રહી છે. જેનિફરે કૃપાલ કોહલી સાથે ફિર સે નામની ફિલ્મ પણ કરી હતી. પણ એ ફલોપ નિવડી હતી. છતાં તેના ચાહકોમાં ઓછપ આવી નથી.  ટીવી શો સરસ્વતિ ચંદ્રમાં પણ જેનિફરનો રોલ સોૈને ગમ્યો હતો. બેપનાહ શોમાં પણ જેનિફરની હર્ષદ સાથેની જોડી બધાને ગમી હતી.

(12:11 pm IST)