Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

ટીચર બનીને આવી રહી છે નુસરત ભરૂચા

બોલીવૂડમાં વર્ષ ૨૦૦૬માં જય સંતોષી મા ફિલ્મથી અભિનય કારકિર્દી શરૂ કરનાર નુસરત ભરૂચાએ સાઉથની ફિલ્મો પણ કરી છે. કલ કિસને દેખા, તાજ મહલ, લવ સેકસ ઓૈર ધોખા, પ્યાર કા પંચનામા, આકાશવાણી, મેરઠીયા ગેંગ, સોનુ કે ટીટૂ કી સ્વીટી, ડ્રીમ ગર્લ, મરજાવા, જય મમ્મી  દી સહિતની ફિલ્મો થકી ઓળખ ઉભી કરનારી નુસરતે અત્યાર સુધી મોટે ભાગે રોમાન્ટીક રોલ નિભાવ્યા છે. હવે તે ટીચરના રોલમાં જોવા મળવાની છે. રાજકુમાર રાવ સાથેની તેની ફિલ્મ છલાંગનું ટ્રેલર રિલીઝ થયું છે. બાળ દિવસના દિવસે આ ફિલ્મ રિલીઝ થવાની છે. જેમાં તે કોમ્પ્યુટર ટીચરના રોલમાં છે. તો રાજકુમાર રાવ પીટી ટીચરનો રોલ નિભાવી રહ્યો છે. હરિયાણાના ગ્રામ્ય વિસ્તાર પર આધારીત આ ફિલ્મનું નિર્દેશન હંસલ મહેતાનું છે. ગુલશન કુમાર, ભુષણ કુમાર પ્રસ્તુત આ ફિલ્મ અજય દેવગણ, લવ રંજન તથા અંકુર ગર્ગ નિર્મિત છે. સાથે સતિષ કોૈશિક, જીશાન અયુબ, ઇલા અરૂણ અને જતિન સરના પણ ખાસ રોલમાં છે. નુસરત લાંબા સમયથી બોલીવૂડમાં સંઘર્ષ કરી રહી હતી. છેલ્લે તેને સોનુ કે ટીટૂ કી સ્વીટી, પ્યાર કા પંચનામા સહિતની ફિલ્મો થકી મોટી ઓળખ મળી હતી.

(9:56 am IST)