Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

૬૩ વર્ષનાં અનિલ કપૂરે જયારે દરિયા કિનારે ઉતાર્યો શર્ટ, ફિટનેસ જોઇ કહેશો 'ઝકાસ'

મુંબઇઃ અનિલ કપૂર બોલિવૂડનો એક એવો સુપર સ્ટાર જે ૬૩ વર્ષનાં હોવા છતાં પણ આજની તારીખમાં ૩૩ વર્ષનાં હોય તેવા લાગે છે. અનિલ કપૂર માટે કહેવામાં આવે છે કે, તેની ઉંમર વધતતી નથી પણ દિવસે દિવસે દ્યટતી જાય છે. તેની ફિટનેસ એવી છે કે, આજનો યુવા વર્ગ પણ શરમાઇ જાય. ફિટનેસ મામલે તે દ્યણાં માટે ઇન્સ્પિરેશન છે. હાલમાં જ અનિલ કપૂરે દરિયા કિનારે તેનો શર્ટલેસ ફોટો શેર કર્યો છે. જેમાં તે ખુબજ ફિટ નજર આવે છે. તેને જોઇને કોઇ ન કહે કે તેની ઉંમર રિટાયરમેન્ટને પાર થઇ ગઇ છે અનિલ કપૂરે થોડા સમય પહેલાં જ તેની એક સર્જરી વિશે ઇન્સ્ટાગ્રામ પર વાત કરી હતી. તેનાં ૧૦ વર્ષ જુના દુખાવાને આ નાનકડી સર્જરીથી દૂર કરવામાં આવ્યો હતો અને બાદમાં તેને તેનાં દોરડા કુદતા ફોટો પણ શેર કર્યા હતાં. અનિલ કપૂરની ફિટ બોડીનું રહસ્ય તમે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર જોઇ શકો છો. તે નિયમિત તેની એકસરસાઇઝ અને દોડનાં વીડિયો અને ફોટો શેર કરતો રહે છે.

(3:59 pm IST)