Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

અભિષેક કપૂરની ફિલ્મ 'ચંદીગઢ કરે આશિકી'માં વાની કપૂર સાથે રોમાન્સ કરશે આયુષ્માન ખુરના

મુંબઈ:આયુષ્માન ખુરના પહેલીવાર અભિષેક કપૂર સાથે કામ કરશે. અભિષેક કપૂર નિર્દેશિત આ એક રોમેન્ટિક ફિલ્મ હશે. ફિલ્મ નિર્માતાએ ફિલ્મના શીર્ષકની ઘોષણા કરી છે. ફિલ્મનું શીર્ષક 'ચંદીગઢ  કરે આશિકી' છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરનાની સાથે અભિનેત્રી વાની કપૂર મુખ્ય ભૂમિકામાં છે. અભિનેતા આયુષ્માન ખુરનાએ બુધવારે તેમના વતન ચંદીઘઢ માં તેની આગામી ફિલ્મ 'ચંદીગઢ  કરે આશિકી'નું શૂટિંગ શરૂ કર્યું હતું. આયુષ્માન ખુરનાએ સોશ્યલ મીડિયા પર ફિલ્મના સેટ પરથી એક તસવીર શેર કરી છે, જેમાં તે ફિલ્મની દિગ્દર્શક અભિષેક કપૂર અને અભિનેત્રી વાની કપૂર સાથે જોવા મળી રહી છે. આ ફિલ્મનું દિગ્દર્શન અભિષેક કપૂર કરશે. આ ફિલ્મનું નિર્માણ ભૂષણ કુમાર અને પ્રજ્ઞા કપૂર કરશે.

અભિષેક કપૂરે ટ્વિટર પર આયુષ્માન અને વાનીની તસવીર શેર કરી અને લખ્યું, 'આગળની યાત્રા પ્રેમથી ભરેલી છે! આવી અભૂતપૂર્વ પ્રતિભા સાથે સહયોગ કરવા માટે ઉત્સાહિત. આયુષ્માન ખુરાના, વાણી કપૂર, ભૂષણ કુમાર અને પ્રજ્ઞા કપૂરને પણ ટેગ કર્યા હતા. આયુષ્માન ખુરનાએ વાણી કપૂર અને અભિષેક કપૂર સાથે ટ્વિટર પર એક તસવીર શેર કરી છે, જેમાં લખ્યું છે: 'નેક્સ્ટ સ્ટોપ: મારું વતન ચંદીગઢ પહેલી વાર.  અભિષેક કપૂરની લવ સ્ટોરી ફિલ્મનો ભાગ બનવા માટે ખૂબ ઉત્સાહિત. ચંદીગઢ  કરે આશિકી નિર્માતા ભૂષણ કુમાર અને પ્રજ્ઞા  કપૂર. કો-સ્ટાર વાણી કપૂર. 'અભિનેત્રી વાની કપૂરે આયુષ્માન ખુરાના અને અભિષેક કપૂર સાથે ટ્વિટર પર એક તસવીર શેર કરી હતી - 'પ્રેમમાં પડવાનો સમય! હું અભિષેક કપૂરની લવ સ્ટોરી ફિલ્મ ચંદીગઢ  કરે આશિકીનો ભાગ બનીને રોમાંચિત છું.

(5:43 pm IST)