Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd September 2020

સુરજમુખીનું પાત્ર વાંચ્યુ ત્યાં જ તેમાં જોડાઇ ગઇ'તીઃ વૈષ્ણવી

રાજસ્થાનની એક દિવ્યાંગ યુવતિ વિધીની કહાની દંગલ ટીવી ચેનલના શો એ મેરે હમસફરમાં દર્શકો જોઇ રહ્યા છે. વિધી આઇએએસ બનવા માટેના પોતાના સપનાનો પીછો કરી રહી છે. શોમાં અભિનેત્રી વૈષ્ણવી મેકડોનાલ્ડ રાજસ્થાની માતાનો રોલ નિભાવી રહી છે. તે કહે છે સુરજમુખીનો રોલ મારા માટે અલગ જ અનુભવ બન્યો છે. મેં સુરજમુખીનું પાત્ર વાંચ્યું ત્યાં જ હું તેની સાથે જોડાઇ ગઇ હતી. આ એવી મા છે જેને પોતાની દિકરીની ચિંતા છે. હું શહેરીજીવન જીવું છે. આ સમયે મારા માટે ગ્રામીણ મહિલાનું પાત્ર ભજવવું અને તેમાં ઉતરી જવું એ પડકારજનક હતું. શિષ્ટાચાર, વિચાર પ્રક્રિયા, ભાષા અને વ્યવહાર આ બધુ જ પાત્રમાં ઉતારવાનું હતું. સુરજમુખીનું ચરિત્ર પોતાની રીતે સાવ અલગ જ છે. સુરજમુખી પાસે વિશીષ્ટ મારવાડી લહેકો છે જે રાજસ્થાની મુળના લોકોમાં સ્વાભાવિક છે. મેં ભુમિકા નિભાવતી વખતે આ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે. વૈષ્ણવી આ અલગ જ ભુમિકા નિભાવીને ખુશ છે.

 

(9:56 am IST)