Gujarati News

Gujarati News

News of Monday, 23rd November 2020

ગેંગસ્ટરની ધમાકેદાર ભુમિકામાં આયુષ

આયુષ શર્માએ નવી ફિલ્મનું શુટીંગ પુણેમાં શરૂ થયું હતું. મહેશ માંજરેકર નિર્દેશીત આ ફિલ્મનું નામ 'અંતિમ' રખાયું છે. બે દિવસ સુધી પુણેમાં એક ચેઝ સિનનું શુટીંગ કરવામાં આવ્યું હતું. એ પછીના શુટીંગનું શેડ્યુલ કરજતમાં ગોઠવાયુ હતું. લવયાત્રીમાં ચાર્મિંગ અવતારમાં જોવા મળેલો અને રાતોરાત જાણીતો બની ગયેલો આયુષ   આ વખતે ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે. મહેશની આ ફિલ્મમાં તે હાર્ડ-કોર, રફ અને બિન્દાસ્ત ભુમિકામાં કામ કરી રહ્યો છે. રિયલ એકશન ખુદ આયુષે કરી છે. આંતરરાષ્ટ્રીય સ્તરના એકશન નિર્દેશક વિક્રમ ધૈયાએ આ દ્રશ્યોને કોરિયોગ્રાફ કર્યા છે. આયુષે કહ્યું હતું કે લવયાત્રીના ગુજરાતી સ્વીટ છોકરાના રોલ પછી અંતિમમાં ધમાકેદાર ગેંગસ્ટરનો રોલ મળતાં ખુબ બદલાવ કરવો પડ્યો છે. કહાની પણ જોરદાર છે. આયુષ અંતિમ માટે ખુબ આશાવાદી છે. સુપરસ્ટાર સલમાન ખાન પણ આ ફિલ્મ માટે મહેનત કરી રહ્યો છે. ચર્ચા છે કે મહેશ સાથેની ખાસ દોસ્તી અને જીજાજી આયુષને કારણે કદાચ સલમાન પણ અમુક દ્રશ્યો ભજવશે.

(10:01 am IST)