Gujarati News

Gujarati News

News of Thursday, 24th September 2020

યામી-વિક્રાંતની રોમ-કોમ આવે છે આવતા મહિને

એવી અનેક ફિલ્મો છે જે સિનેમા હોલ સુધી કોરોનાને કારણે પહોંચવામાં અસમર્થ બની છે. આવી ફિલ્મો હવે ડિજીટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઇ રહી છે અને સફળ પણ થઇ રહી છે. આ કતારમાં વધુ એક ફિલ્મ છે ગિન્ની વેડ્સ સની. ફિલ્મમાં યામી ગોૈતમ અને વિક્રાંત મેસીની મુખ્ય ભુમિકા છે. ઓટીટી પ્લેટફોર્મ નેટફલીકસ પર આ ફિલ્મ નવમી ઓકટોબરે રિલીઝ થવાની છે. રોમાન્ટી કોમેડી એવી આ ફિલ્મમાં વિક્રાંત અને યામીની જોડી પહેલી જ વાર સાથે જોવા મળશે. યામી દિલ્હીની છોકરી (ગિન્ની)ના રોલમાં છે. તેની માતા મેચમેકર છે અને સની (વિક્રાંત)ને ગિન્ની માટે પસંદ કરે છે. પરંતુ સનીને પ્રેમમાંથી વિશ્વાસ ઉઠી ગયો હોય છે. આ કારણે તે માત્ર સેટલ થવાના ઇરાદે લગ્ન કરવા તૈયાર થયો હોય છે. ગિન્ની અને સની એક બીજાને મળે છે ત્યારે અલગ જ પરિસ્થિતિ નિર્માણ પામે છે. ફિલ્મનું નિર્દેશન પુનિત ખન્નાનું છે.

 

(9:38 am IST)