Gujarati News

Gujarati News

News of Friday, 25th September 2020

દસ કિલો વજન ઉતારવા અચરરે કરી અનહદ મહેનત

ચંદીગઢનો કલાકાર અચરર ભારદ્વાજ લોકડાઉનની લાંબી રજા પર વતનમાં જતો રહ્યો હતો. સતત ઘરે રહેવાને કારણે તેનું વજન પણ વધી ગયું હતું. હાલમાં તે દંગલના ટીવી શો એ મેરે હમસફરમાં લખન કોઠારીનો રોલ નિભાવી રહ્યો છે. આ પાત્ર માટે તેને પોતાના બોડીને ફિટ બનાવવાની ખુબ જરૂર હતી. કારણ કે લખનનું પાત્ર પણ એવું છે જે ટીના ફિલીપ દ્વરા નિભાવાયેલા વિધી શર્માના પાત્રની જેમ જ આઇએએસ બનવા મહેનત કરે છે. 

લખનના પાત્ર માટે અચરરને મુંબઇ આવે એ પહેલાના ત્રીસ દિવસની અંદર પોતાનું દસ કિલો વજન ઉતારવાનો પડકાર મળ્યો હતો. તેણે આ પડકાર સ્વીકારી લીધો હતો અને ભોજન સહિતના નિયમોનું પાલન કરી જીમમાં પરસેવો વહાવવાનું નક્કી કર્યુ હતું. પણ જીમ બંધ હોવાથી તેણે સાઇકલ ચલાવવાનું શરૂ કર્યુ હતું. ખેતી પણ કરીને ખુબ પરસેવો વહાવ્યો હતો. અચરર કહે છે મારા બીજા પાત્રો કરતાં લખનનું પાત્ર તદ્દન જુદુ હોઇ મને આ મહેનત લેખે લાગી છે.

(10:31 am IST)