Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

લોકોએ પોઝિટિવ રહેવું પડશેઃ નવાજુદ્દિન સિદ્દીકી

બોલીવૂડમાં અત્યંત સંઘર્ષ કર્યા પછી  અત્યારે અભિનયને કારણે મોટુ નામ બની ગયેલા નવાજુદ્દિન સિદ્દીકીના લગભગ દરેક પાત્રો તેને અલગ ઓળખ આપે છે. તે કહે છે કોઇપણ પાત્રમાં તમે ચાહો એટલા ઉંડાણમાં જઇ શકો છો. લોકડાઉનના પ્રારંભે મને લાગતું હતું કે રજા માટે ખુબ સારો સમય છે, પણ હવે ફરીથી શુટીંગના સેટની ખુબ યાદ આવે છે. નવાજુદ્દિન કહે છે એક એકટર તરીકે અમને લોકોની વચ્ચે રહેવું ગમતું હોય છે. લોકડાઉનમાં પ્રારંભના બે મહિના ઘરે રહ્યો અને ખુબ સારો સમય પસાર કર્યો. પણ એ પછી લોકોની ઉણપ અનુભવવા માંડ્યો હતો.

કામ તો વહેલુ મોડુ શરૂ થઇ જશે, પણ લોકોએ પોઝિટિવ રહી એક બીજાને ટેકો આપતો રહેવો જરૂરી છે. હું બોલીવૂડમાં આવ્યો ત્યારે જ નક્કી કર્યુ હતું કે મને અનેકાનેક પાત્રો ભજવવાની તક મળશે અને હું તેને ખુબ અલગ ઉંચાઇ પર લઇ જઇશે. પણ આ પ્રક્રિયામાં તમે નિષ્ફળ રહો તો પણ ફરક પડતો નથી. મને મારા દરેક પાત્રમાં શકયતાઓ દેખાતી હોય છે.

(9:16 am IST)