Gujarati News

Gujarati News

News of Wednesday, 25th November 2020

ઠાકુરના રોલમાં અમર ઉપાધ્યાય

ટીવી પરદા પર ખુબ નામના મેળવી જે તે વખતે બોલીવૂડમાં એન્ટ્રી કરી લેનારા અભિનેતા અમર ઉપાધ્યાયએ જો કે ફરીથી ટીવી શોમાં કામ કરવાનું શરૂ કર્યુ હતું. તે હાલમાં કલર્સ ચેનલના શો મોલક્કીમાં ઠાકુર વિરેન્દ્રપ્રતાપસિંહની મુખ્ય ભુમિકા નિભાવી રહ્યો છે. આ શોમાં હરિયાણાની દૂલ્હન ખરીદવાની કથીત પ્રથા પર બનાવાયો છે. શોનું નિર્માણ એકતા કપૂરે કર્યુ છે. કયોં કી સાસ ભી કભી બહૂ થી શોમાં એકતાએ જ અમરને મુખ્ય પાત્ર આપ્યું હતું. એ શોને કારણે અમરને ખુબ નામ-દામ મળ્યા હતાં. એ પછી તેણે કલશ સહિતના શો કર્યા હતાં. અમરે કહ્યું હતું કે એકતાની ઓળખ હવે માત્ર સાસુ વહૂના શો બનાવવા પુરતી સિમિત રહી નથી. અમરે પોતે ગુજરાતી હોવા છતાં શોમાં હરિયાણવી ભાષા સારી રીતે બોલી છે. તે કહે છે મારા મિત્રો હિસ્સાર, પાણીપત અને રોહતકમાં છે. દિલ્હીમાં પણ અનેક મિત્રો છે જે હરિયાણાના છે. આ કારણે મારી હિન્દીનો લહેકો પણ હરિયાણવી જેવો જ હોય છે. જો કે આમ છતાં મેં ગૂગલનો ઉપયોગ પણ કર્યો હતો.  મોલક્કીનો અર્થ સમજાવતાં અમરે કહ્યું હતું કે મોલક્કી એટલે ખરીદીને લાવેલી પત્નિ થાય છે.

 

(9:16 am IST)