Gujarati News

Gujarati News

News of Friday, 26th February 2021

આ વર્ષે પણ સતત વ્યસ્ત રહેશે નવાજુદ્દિન

નવાજુદ્દિન સિદ્દીકી એવો અભિનેતા બની ગયો છે જેણે બોલીવૂડના ફિલ્મી પરદે અને ઓટીટી પ્લેટફોર્મ એમ બંને ક્ષેત્રમાં સફળતા મેળવી લીધી છે. તે સતત પોતાની ભુમિકાઓ સાથે પ્રયોગો કરતો રહે છે. માસ્ટરમાઇન્ડ ગુનગાર હોય કે કુખ્યાત ખલનાયક હોય, એક અવિશ્વસનીય જાસૂસ હોય કે પછી કડક પોલીસ અધિકારી હોય કે પછી એક નોકરીયાત હોય તેણે દરેક પ્રકારના પાત્રો ભજવવામાં જીવ રેડી દીધો હોય છે. રાત અકેલી હૈ, સિરીયસ મેન જેવી તેની ઓટીટી પ્લેટફોર્મ પર ગયા વર્ષે આવેલી ફિલ્મો પણ દર્શકોએ ખુબ પસંદ કરી છે. તેણે મહત્વપુર્ણ પુરષ્કારો અને પ્રસંશાઓ મેળવીને સાબિત કર્યુ છે કે તે હાલમાં કઇ જગ્યાએ છે.

આ વર્ષમાં પણ નવાજુદ્દિન સતત વ્યસ્ત રહેવાનો છે. હાલમાં તે લંડનમાં થ્રિલર ફિલ્મ સંગીનનું શુટીંગ કરી રહ્યો છે. એ પછી તે ભારત આવી જોગીરા સા રા રાનું કામ શરૂ કરશે. આ પછી તે નો લેન્ડ્સ મેન તથા એક સેજલ શાહની ફિલ્મ પણ તે કરવાનો છે.

(10:09 am IST)