Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

શિલ્પા શિંદે અલ્ટ બાલાજીના વેબ શોમાઃં સાથે શહિર, મિલીન્દ સોમણ

ઓટીટી પ્લેટફોર્મ અલ્ટ બાલાજી નોખા અનોખા કન્સેપ્ટ સાથે વેબ સિરીઝ અને શો આપવા માટે જાણીતું છે. હવે અહિ એક પિરિયડ ડ્રામા શો આવી રહ્યો છે જેનું નામ 'પોૈરષપુર' રખાયું છે. કહેવાય છે કે શોની સ્ટોરી લાઇન ગેમ્સ ઓફ થ્રોન્સ પર આધારીત છે. રજવાડી કુટુંબો વચ્ચેની સત્તા માટેની લડાઇ આ શોમાં હશે. મિલિન્દ સોમણ, અન્નુ કપૂર, શિલ્પા શિંદે, શહિર શેખ, ફલોરા સૈની, અનંત જોષી જેવા કલાકારો આ શોમાં કામ કરી રહ્યા છે. આ શોની વધુ સિઝન પણ બનાવાશે અને બીજા નવા કલાકારોનો પણ ઉમેરો કરવામાં આવશે. શોના શુટીંગ માટે મુંબઇ બહાર એક ભવ્ય સેટ ઉભો કરાયો છે. સચિન્દ્ર વત્ તેના નિર્દેશક છે અને સચિત મોહિતે નિર્માતા છે. પોૈરષપુરનું શુટીંગ શરૂ થઇ ગયું છે. ફેબ્રુઆરી-૨૧માં અલ્ટ બાલાજી અને ઝીફાઇવ પર રિલીઝ થશે. અલ્ટ બાલાજીએ એક જબરદસ્ત એકશન થ્રિલર સિરીઝ બેંગ બેંગની જાહેરાત પણ કરી છે અને તેનું કામ ચાલી રહ્યું છે.

(10:13 am IST)