Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

અભિનેત્રી તૃ.કોંગ્રેસના સાંસદ નુસરત જહાં દ્વારા દુર્ગાપૂજા

હોલીવુડની અભિનેત્રીમાંથી કોંગ્રેસની સંસદસભ્ય બનેલી પશ્ચિમ બંગાળની નુસરત જહાંએ ગઇ કાલે કોવિડ-૧૯ના પ્રોટોકલનું સખતાઇથી પાલન કરવા સાથે રાજ્યમાં ઉજવાઇ રહેલ. દુર્ગાપૂજા મહાઅષ્ટમીના તહેવારની ઉજવણી કરી હતી. સફદે રંગની લાલ બોર્ડરની સાડી અને માસ્ક પહેરીને પતિ સાથે આવેલી મમતા બેનર્જીના તૃણમૂલ કોંગ્રેસની સાંસદ નુસરતે કલકત્તાના નવા અલીપોર સ્થિત સુરૂચી સંઘ પંડાલમાં દેવીમાંને પુષ્પાંજલિ અર્પણ કરી ડ્રમના તાલ પર પંડાલમાં અન્ય મહિલાઓ સાથે નૃત્ય કર્યું હતું. આ નૃત્યનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે.

(2:35 pm IST)