Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

બિગબોસમાં રાહુલ વૈદ્ય-જાન કુમારની વચ્ચે ઉગ્ર બોલાચાલી

બોલિવૂડમાં નેપોટિઝમનો વિવાદ વકર્યો : નોમિનેશન ટાસ્ક દરમિયાન રાહુલ જાન કુમારને નેપાટેઝમ ગણાવીને નોમિનેટ કરવાના મામલે જોરદાર ચકમક ઝરી

મુંબઈ, તા. ૨૬ : દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં નિધન બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેપોટિજ્મ ભાઇ-ભતીજાવાદ મુદ્દો સામે આવ્યો છે. લોકોએ આ મુદ્દે પોતાનો અભિપ્રાય ભારપૂર્વક વ્યક્ત કર્યો હતો. આ મુદ્દો બિગ બોસ ૧૪ ના ઘરે પહોંચી ગયો છે. અહીં પણ ભત્રીજાવાદનો મુદ્દો ઉદ્ભવવા જઈ રહ્યો છે. ખાસ વાત એ છે કે જેની પર હવે જોરદાર ટક્કર થવાની છે. બિગ બોસમાં આ મુદ્દાને સિંગર રાહુલ વૈદ્યએ ઉઠાવ્યો છે. હકીકતમાં, આગામી એપિસોડમાં નોમિનેશન ટાસ્ક દરમિયાન, રાહુલ વૈદ્ય ગાયક કુમાર સાનુના પુત્ર જાન કુમાર સાનુને 'નેપોટિઝમલ્લ ગણાવીને નોમિનેટ કરશે. રાહુલ વૈદ્યે જાનુ કુમારને નોમિનેટ કરતા કહે છે, જેને હું નોમિનેટ કરું છું તે છે જાન! મને નેપોટિજ્મથી ખૂબ નફરત છે. રાહુલની આ વાત સાંભળીને દરેક લોકો ચોંકી ગયા. બાદમાં, જાન કુમાર સાનુ અને રાહુલ વૈદ્ય વચ્ચે બોલાચાલી શરૂ થાય છે અને બન્ને ઝઘડે છે. જાન કુમાર સાનુ કહે છે હું સૌભાગ્યશાળી છું. તેની પર રાહુલ કહેછે કે મને આ વાતથી કોઇ ફરક નથી પડતો કે મારા પપ્પા કોણ છે. જાન ખૂબ ગુસ્સામાં આવી જાય છે અને કહે છે -'બાપ પે મત જા! ના હી તેરી ઔકાત હૈલ્લ!

તમને જણાવી દઇએ કે જાન કુમાર સાનું કુમાર સાનુનો છોકરો છે અને એક ગાયક છે. જ્યારે રાહુલ વૈદ્ય પણ એક સિંગર છે. રાહુલ વૈદ્ય ઇન્ડિયન આઇડલની પહેલી સિઝનમાં આવ્યો હતો અને તે સેકન્ડ રનર અપ રહ્યો હતો. હવે લાગે છે કે આવનાર એપિસોડમાં બતાવવવામાં આવેલા રાહુલ દ્વારા ઉઠાવેલા નેપોટિજમનો મુદ્દો જરૂર મોટી બબાલ ઉભી કરશે.

(9:26 pm IST)