Gujarati News

Gujarati News

News of Thursday, 26th November 2020

શુટીંગ વખતની ક્ષણો યાદગાર બની જાય છેઃ તરૂણ ખન્ના

અભિનેતા હોવાનો ફાયદો એ હોય છે કે જે તે વ્યકિત અલગ-અલગ પાત્રો અને પરિસ્થિતિઓને રેખાંકિત કરી શકે છે. કલાકાર એક માણસથી માંડીને ભગવાન સુધીના પાત્રો ભજવી શકે છે. આ બધુ ખુબ મજેદાર અને પડકારરૂપ પણ હોય છે. અભિનેતા જુદા-જુદા પાત્રોના શુટીંગ વખતે અનેક યાદગાર ઘટનાઓને પણ પોતાની સાથે જોડી લેતાં હોય છે. આવી જ એક ઘટના ટીવી સ્ટાર તરૂણ ખન્નાએ જણાવી હતી. તરૂણ હાલમાં દંગલના ટીવી શો દેવી આદી પરાશકિતમાં કામ કરી રહ્યો છે. તેણે આ શો વિશે વાત કરતાં કહ્યું હતું કે મહાદેવના મહા વિવાહના દ્રશ્યોનું શુટીંગ અમે કર્યુ તેની અનેક યાદગાર ક્ષણો અમારા જીવનમાં અંકિત થઇ ગઇ છે. શિવ પાર્વતિના લૂકને ખુબ જ સારી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા હતાં. મેં આટલુ સારુ કામ અગાઉ કદી જોયુ નહોતું, મારા પોતાના લગ્નમાં પણ નહિ! પણ કોરોનાને કારણે અમારા કામની ગતિને બ્રેક લાગી ગઇ હતી. લોકડાઉન પછી ફરીથી આ દ્રશ્યોનું શુટીંગ કરવું પડ્યું છે. આ બધુ યાદગાર બની ગયું છે.

(9:50 am IST)