Gujarati News

Gujarati News

News of Wednesday, 27th January 2021

આ વખતે દસ ગણું વધારે હશે એકશનનું સ્તર

બોલીવૂડમાં જોન અબ્રાહમે રોમાન્ટીક હીરો તરીકે શરૂઆત કરી હતી. પણ સમય જતાં તે એકશન હીરો બની ગયો. તેની એક પછી એક ધમાકેદાર એકશનપેકડ ફિલ્મો દર્શકોને મનોરંજન આપતી રહે છે. હવે પછી તેની સત્યમેવ જયતે-૨ આવી રહી છે. આ ફિલ્મ ઇદના તહેવાર પર સલમાન ખાની ફિલ્ર રાધે-યોર મોસ્ટ વોન્ટેડ ભાઇ સાથે ટક્કર જીલશે. સત્યમેવ જયતે-૨માં જોન ડબલ રોલમાં જોવા મળશે. એક સમાજ સેવા કરતો રોલ છે અને બીજો રોલ દૂશ્મનનો સફાયો કરતો હોય તેવો છે. ૨૦૧૮માં આવેલી સત્યમેવ જયતે સુપરહિટ રહી હતી. હવે નિર્માતાઓને આશા છે કે તેનો બીજો ભાગ તમામ રેકોર્ડ તોડી નાંખશે.  આ ફિલ્મમાં એકશનનું સ્તર દસગણું વધારે હશે.

જોને આ રોલ માટે દસથી બાર કિલો વજન ઓછુ કયુૃ હતું. આ ફિલ્મમાં જોનની બોડી જોઇને પણ તેના ચાહકો તાલીઓ અને સીટીઓ વરસાવશે તેવું કહેવાય છે. ફિલ્મનું નિર્દેશન મિલાપ ઝવેરીએ કર્યુ છે. 

(10:13 am IST)