Gujarati News

Gujarati News

News of Tuesday, 27th October 2020

સંક્રાંતિ પર મોજ કરાવશે રાણા-પુલકિતની ફિલ્મ

સાઉથના સુપરસ્ટાર રાણા દગુબાતીની બહુચર્ચીત ફિલ્મ હાથી મેરે સાથી મકરસંક્રાંતિના તહેવાર પર રિલીઝ થવાની છે. આ ફિલ્મમાં બોલીવૂડ સ્ટાર પુલકિત સમ્રાટ પણ રાણા સાથે મુખ્ય ભુમિકામાં છે. ફિલ્મ બનવાનું શરૂ થયું ત્યારથી સતત તેની ચર્ચા છે. જાન્યુઆરીમાં એટલે કે સંક્રાંતના તહેવાર પર આ ફિલ્મ ચાહકોને જોવા મળશે. ફિલ્મનું નિર્દેશન પ્રભુ સોલોમોને કર્યુ છે. મોટા બજેટની આ ફિલ્મની કહાની હાથીની આપસપાસ ઘુમે છે. આ જોતાં મોટેરાઓ સાથે બાળકોને પણ જલ્સો પડી જાય તેમ છે. મોશન પિકચર્સ દ્વારા નિર્મિત આ એડવેન્ચર ડ્રામા ફિલ્મને હિન્દી, તમિલ અને તેલુગુ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. આ ત્રણેય ભાષામાં અલગ અલગ રીતે શુટીંગ કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રાણા દગુબાતી ત્રણેય ભાષાની ફિલ્મમાં મુખ્ય હીરો છે. હિન્દીમાં તેની સાથે પુલકિત સમ્રાટ ઉપરાંત શ્રેયા પિલગાંવકર અને જોયા હુશેન મહત્વપુર્ણ રોલમાં છે.

(10:12 am IST)