Gujarati News

Gujarati News

News of Friday, 27th November 2020

રકુલપ્રિત સિંહનું અજય સાથે વન્સમોરઃ આવતા મહિને શુટીંગ

અભિનેતા અજય દેવગણ વધુ એક વખત નિર્દેશક તરીકે હાથ અજમાવી રહ્યો છે. આ માટે તે અમિતાભ બચ્ચનને લઇને 'મેડે' નામની ફિલ્મ બનાવી રહ્યો છે. જેનું નિર્દેશન અજય પોતે કરશે.

આ ફિલ્મમાં રકુલપ્રિત સિંહની પણ એન્ટ્રી થઇ છે. અગાઉ દે દે પ્યાર દેમાં રકુલ અને અજય સાથે કામ કરી ચુકયા છે. મેડે ફિલ્મમાં રકુલપ્રિત કો-પાયલોટનો રોલ નિભાવશે. ફિલ્મનું નિર્દેશન ઉપરાંત નિર્માણ પણ અજય દેવગણ કરશે. ડિસેમ્બરમાં આ ફિલ્મનું શુટીંગ હૈદરાબાદમાં શરૂ થઇ જશે. આ એક થ્રિલર ફિલ્મ છે. અજય અને અમિતાભ બચ્ચન અગાઉ પણ મેજરસાબ, ખાકી, સત્યાગ્રહ સહિતની ફિલ્મો સાથે કરી ચુકયા છે. બંનેને અગાઉ પણ દર્શકો એક સાથે પસંદ કરી ચુકયા છે. હવે વધુ એક વખત આ જોડી જોવા મળશે.

(9:46 am IST)